તલાશ 3 - ભાગ 37

  • 388
  • 162

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. ... ચાર પાંચ મિનિટ પછી દરવાજે નોક થયો. નિનાદે દરવાજો ખોલ્યો અને આગન્તુક ને કહ્યું. "આવ શેરા," વિક્રમે આગન્તુક ની સામે જોયું. લગભગ 26-27 વર્ષ ની ઉંમર 6 ફૂટ 2 ઈંચની હાઈટ, કસાયેલું પડછન્દ શરીર, હાફ સ્લીવના શર્ટની બાંય માંથી દેખાતા માંસલ મજબૂત બાવળા, વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેરીને ઉભેલા એ આદમીમાં એક અનેરી આભા હતી. શેરા રૂમમાં પ્રવેશ્યો કે તરત જ એની નજર વિક્રમ પર પડી. એ એક ક્ષણ અચકાયો, અને પ્રશ્ન વાચક નજરે નિનાદની સામે જોયું.  "અરે આને ન ઓળખ્યો? આ વિક્રમ છે. વિક્રમ મહેન્દ્ર ચૌહાણ,