રળિયામણું મારું ગામડું

  • 472
  • 104

ગામડા નું એ ગોંદરું આજે યાદ આવ્યું ને આંખો માં દરિયા ની ભરતી શરૂ થઈ છે ,એ આમળી પીપળી ની રમત સાંભરે ત્યાં આજ ના આ કુમળા બાળક ની સ્થિતિ દયનીય લાગે .માસ્તર ના માર થી શરીર પર લાગેલો ઘા આજે સ્મૃતિ બની દિલ ને વલોવી નાખે છે .હૈયાફાટ રુદન નો ડુમડૂમો ભર્યો છે પણ ખભા થી ખભા મિલાવી કેટલુય અંતર કાપનાર ભેરુ ક્યાં છેજ?ભાઈ ના બંધન થી જોડાયેલો ભાઈબંધ જો એકાદ દિવસ ના હોઇતો જાણે મારો સંસાર તો સુનો થઈ જતો .ભમરડાં,લખોટી,ગીલી દંડો ,કે નારગેલ તો અમારી દિનચર્યા નો ભાગ હતો ,માસ્તર વૃક્ષ ના જતન કાજ અમને ગામ ની