પરિક્ષા

  • 374
  • 120

     ' પરિક્ષા 'લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' " મંજુકાકી, શું કરો છો? આ નાવડીના ગાજર લાવી છું. તમારા સંજયને ગાજરના અથાણાં બહુ ભાવે છે તો મને થયું કે લેતી જાવ.." જશોદાબેને ઓસરીની પરસાળ પર ગાજર મૂકીને મંજુબેનને ટહૂકો કરતાં કહ્યું.   જશોદાબેન મંજુબેનના પાડોશી હતાં. પોતે આધેડ વયના હોવા છતાં કોઈ સંતાન નહોતું તેથી મંજુબેનના એક ના એક દિકરા સંજયને પોતાના દિકરાની જેમ ગણતાં.   " સંજય આજે કેમ સવારનો દેખાતો નથી? " ઘરમાં આમ - તેમ નજર ફેરવતાં જશોદાબેને મંજુબેનને પૂછ્યું. " ઈ તો સવારનો જૂનેગઢ ગ્યો છે. આજે એને નોકરીની પરિક્ષા છે. સવારે મને પગે લાગીને કહેતો ગયો કે આ વખતે