' એક દિવસ નો પ્રેમ 'લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' વિકાસ આજે ખૂબ જ ખુશ હતો. તેના ચેહરા પરથી તેની ખુશી જણાઈ આવતી હતી.તે ઓફિસે થી ઘરે આવ્યો એટલે તરત જ મમતાએ હંમેશની માફક તેને ચા બનાવી આપી.મમતાએ જાણવા છતાં તેની ખુશી નું કારણ ના પૂછ્યું.તે વિકાસ ને આવા પ્રશ્નો પૂછી ને તેની ખુશી છીનવી લેવા માગતી ન હતી. આવતી કાલે વૈશાલી નો જન્મદિવસ હતો. વિકાસે વૈશાલી ના જન્મદિવસ માટે ઘણી તૈયારીઓ કરી હતી.રાત્રે તેને વિશ કરવા માટે અવનવા વીડિયો અને ફોટાઓ બનાવ્યા હતા.આટલો ખુશ તે મમતા ના જન્મદિવસે પણ ન હતો.