જીવન પ્રેરક વાતો - ભાગ 19 - 20

  • 188

ભરોશો મુલ્લા નસરુદ્દીન એક શ્રીમંત ના  ઘરે નોકરી કરતો હતો. કામ હતું ઘરની કીમતી ચીજોની દેખરેખ રાખવાની. અચાનક એક દિવસ તેણે કહ્યું, “સેઠજી, હું તમારી અહીંથી નોકરી છોડી દેવા માંગું છું. કારણ કે અહીં મને કામ કરતાં ઘણાં વર્ષો થઈ ગયાં, પણ હજી સુધી તમને મારા પર ભરોસો નથી.” સેઠે કહ્યું, “અરે પાગલ! આવી વાત કરે છે! નસરુદ્દીન હોશમાં આવ! તિજોરીની બધી ચાવીઓ તો તને સોંપી રાખી છે. અને બીજું શું જોઈએ છે? અને કેવો ભરોસો?” નસરુદ્દીને કહ્યું, “ખોટું ન માનશો, હુજૂર! પણ તેમાંથી એક પણ ચાવી તિજોરીમાં લાગે છે ક્યાંય? આમાં ભરોશો કેમ કરવો?” આમ કહી મુલ્લા નસીરુદ્દીન નીકળી