૮-યુરેઇની ચેતવણીજાપાનનું એક નાનકડું દરિયાકાંઠાનું ગામ હતું. ગામની એક બાજુએ દરિયાનો ઘૂઘવાટ સંભળાતો, જ્યારે બીજી ત્રણ બાજુએ ઊંચા પહાડો અને ખડકો હતા, જેમની વચ્ચેથી પસાર થતી હવાના સૂસવાટા સંભળાતા. ગામમાં લાકડાના ઘરોની હારમાળાઓ હતી, અને આ ઘરોથી થોડે દૂર દરિયાની સામે એક પૌરાણિક મંદિર આવેલું હતું. લોકો તેને શિન્ટો મંદિર તરીકે ઓળખતા. આ મંદિર યુરેઇની દંતકથાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. લોકોની માન્યતા છે કે ઘણાં વર્ષો પહેલાં એક માછીમારની સ્ત્રી દરિયામાં તણાઈને મૃત્યુ પામી હતી, અને તેની આત્મા યુરેઇ બનીને ભટકે છે. તે ગામવાસીઓને ખતરાઓ અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ સામે ચેતવે છે.ગામના દરિયાકાંઠે એક સામાન્ય લાકડાનું ઘર હતું, જે