ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 10

  • 346
  • 132

પ્રકરણ-૧૦ ગંજ-એ-સવાઈની લૂંટ હેન્રીએ ફેન્સીને શક્ય એટલી ઝડપથી ભારત તરફની દિશામાં હંકારવા આદેશ આપ્યો. વિલિયમ પણ આદેશની જ રાહ જોતો હોય તેમ તેણે ફેન્સીને ભારતની દિશામાં મારી મૂકી. ડેક પર તેના મિત્રનો જમૈયો લઈ ઉભેલા હેન્રીની આંખોમાં ખુન્નસ અને ચહેરા પર બદલાની ભાવનાનો ક્રોધ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બધા નાવિકો પણ મુઠ્ઠીઓ વાળી દાંત કચકચાવી રહ્યા હતા.થોડીક મિનિટો બાદ, દૂર ક્ષિતિજ પર, થોમસનો માર ખાઈને હાલક ડોલક સ્થિતિમાં તરતું જઈ રહેલું ફતેહ મહમ્મદ દેખાયું. બધા જ નાવિકો આદેશની પણ રાહ જોયા વગર શસ્ત્રસજ્જ થઈ ગયા. કેટલાકે બંદૂક ઉઠાવી લીધી, તોપચીઓ તોપ પાસે ગોઠવાઈ ગયા અને હેન્રીએ પણ પોતાની બંદૂક ઉઠાવી લીધી.જેવી