સમુદ્રક સ્મિત ભર્યા ચહેરે જ લથડાતો ઘરા તરફ નજર કરી એને એકીટશે જોઈ રહ્યો હતો.ત્યાં જ અચાનક ધરા એની સાવ સામે આવતા જ ભૂલાઈ ગયેલો ભૂતકાળ એનાં મનમાં પુનઃસ્થાપિત થવા લાગ્યો.એક પછી એક વિચાર એનાં મનને ધરા તરફ જવા પ્રેરીત કરી રહ્યો હતો.ધરાને જોતાં જ રાક્ષસી વૃજાએ હજારો વર્ષો પહેલાં પહેરાવેલ ખોટો નકાબ સમુદ્રકના ચહેરા પરથી ઉતરીને સરકી રહ્યો હતો.એ ફરી પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરવા લાગ્યો હતો.ધરાની નજીક આવી એની અણીયારી આંખોમાં પોતાની છબી ફરી સમાવવા જતો હોય એમ એનાં તરફ લાગણીભરીને આગળ વધી રહ્યો હતો.ધરાની આંખોમાં એવું સંમોહન હતું કે,સમુદ્રકની નસ નસમાં એ છવાઇ રહી હતી.આ આંખોની જ્યોત એની