સંસારની મીઠાસ એકરસતા એ ગૃહ સંસારની મીઠાસ. પતિ – પત્ની એ સંસાર રથના બે પૈડા છે બંને હળી મળી ને ચાલે તો જ આગળ વધે નહિ તો ઘાંચીના બળદ જેવું ચાલે હજારો કિલોમીટર પણ હોય ત્યાં ને ત્યાંજ. આવી જ એક વાત આજે લઈને આવ્યો છુ તમારી પાસે. એક વખત ગામમાં મંદિર બંધાયું ગામના લોકોએ પૈસા જમા કર્યા. આખું બ્રહ્માંડ ભગવાનનું છે એમાં એમનું ઘર કેટલી સુંદર વાત છે. આ મંદિર માં ખૂટતા પૈસા નગરશેઠે આપ્યા. મંદિર બન્યું. લોકોએ તેમનું સન્માન કર્યું. દંપતી ના રૂપમાં તેમનું બહુમાન કર્યું. નગરશેઠ ઘેર આવ્યા. આજે તેમને કઈક સારું કર્યા નો આંનદ હતો. ઘેર