નિતુ : ૧૦૫ (વિદ્યા અને નિકુંજ) વિદ્યા અંગે વાત કરવા મિહિર પોતાને વતન પાછો ફર્યો. નિકુંજ પોતાના ઘરે તેની વાત કર્યા વિના જ એને છોડી દેવા તૈય્યાર થયો હતો. મિહિરને એ મંજુર નહોતું. એને વિદ્યાની આંખોમાં નિકુંજ માટે લાગણી દેખાઈ રહી હતી. સ્વાભાવિક રીતે જ એ એની લાગણીની કદર કરતા નિકુંજના ઘર સુધી પહોંચી ગયો હતો. એની ઈચ્છા એ બંનેનું ભલું કરવાની જ હતી.બીજી બાજુ નિકુંજ તેની પાર્ટનરશીપમાં જોડાઈને કાફેની શરૂઆત કરવામાં લાગ્યો હતો. તે પોતાની કાફેના કોઈ કામથી બહાર ગયો અને ટાઈમ્સમાં એ અંગે કોઈને જાણકારી નહોતી. વિદ્યાને તેનું કહ્યા વગર જવું પસંદ ન આવ્યું અને તેણે આખી ઓફિસ માથા