ભૂલ છે કે નહીં ? - ભાગ 33

  • 620
  • 276

હું ઘરમાં કંઈ બોલતી ન હતી. મને હવે ડર લાગતો હતો કે તમે લગ્ન ની ના ન પાડી દો ?  એટલામાં આપણા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. મને થોડી હાશ થઇ. તમે મળવા આવેલા તમારી રજાના દિવસે. એટલે મને શાંતિ થઈ કે હવે તમે લગ્ન માટે ના ન પાડો. લગ્નની તારીખ નક્કી થઈ એટલે લગ્નની  ખરીદી પણ શરૂ થઈ ગઈ. તમારા ઘરેથી એક દિવસ મમ્મી, બેન ને કાકી આવ્યા હતા મારા માટે સાડી લેવા. મને પણ બોલાવેલી પસંદ કરવા. આ વખતે પણ એવું જ થયું. મેં જે પસંદ કરી તે ન લીધી અને બેને જે નક્કી કરી મારા માટે તે