તકદીરની રમત - ભાગ ૪

  • 760
  • 316

અર્જુન ક્રિષ્નવી સમક્ષ ઊભો હતો અને ખૂબ ખુશ લાગતો હતો."આન્ટી, ઈશાન ક્યાં છે? એ અંદર દુકાનમાં ટોયઝ લઈ રહ્યો છે?"જવાબની રાહ જોયા વિના, એ દુકાનની અંદર જવા દરવાજા તરફ વળ્યો. એ ખૂબ ઉત્સાહી હતો ઈશાનને ઘણા સમય પછી મળવા માટે."અર્જુન સ્ટોપ. અંદર નહીં જતો.", વનરાજે થોડું જોરથી બોલીને અર્જુનને રોકવાનો પ્રયત્ન કર્યો."ઈશાન અંદર નથી", ક્રિષ્નવીએ દુઃખી અવાજે કહ્યું."તો ક્યાં છે એ આન્ટી? તમારી સાથે નથી આવ્યો? તમને ખબર છે હું એને દરરોજ યાદ કરું છું. એણે મને બાય પણ ન કહ્યું અને સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું. બર્થડેમાં ન આવ્યો તો આટલું બધું ગુસ્સે થઈ જવાનું? મેં પપ્પાને મોકલ્યાં જ