ભૂલ છે કે નહીં ? - ભાગ 32

  • 648
  • 292

બીજા દિવસે તમે મને ઘરે મૂકી ગયા. મમ્મીએ પપ્પાએ બધાએ પૂછયું કે કેવું લાગ્યું ત્યાં ? બધા સારા છે ? મેં એમને કહી દીધું કે તમારા ગયા પછી મને આવું બધું કહ્યું તમારા મમ્મીએ. તો પપ્પા કહે એ તો એમ જ વાત કરી હશે કે અમારી દિકરીને અમે આટલું આપ્યું હતું. આપણી પાસે એમની કોઈ માગણી નથી. મેં પણ પપ્પાએ કહ્યું એટલે માની લીધું કે એવું જ હશે. ફરી મારી નોકરી શરૂ થઈ ગઈ. ભાઈ પણ કોઈક જગ્યાએ જતો હતો. પણ એટલામાં મેં FM Radio માં અરજી કરી ઈન્ટરવ્યુ આપ્યો હતો ત્યાંથી કોલ લેટર આવી ગયો. પણ મારે અમદાવાદ જવાનું