ધારાવાહિક:- શિક્ષિકા તરીકેની મારી સફરભાગ 3લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઅગાઉનાં અંકમાં તમે મારા રાજ્ય કક્ષાનાં માધ્યમિક કક્ષાનાં શ્રેષ્ઠ ગણિત શિક્ષિકા તરીકેના એવૉર્ડ વિશે તો જાણ્યું. હવે જાણો એ જ અધિવેશનમાં હજુ શું બાકી હતું જે મને વધારે ગર્વ અનુભવવા તરફ લઈ જવાનું હતું.સન્માન સમારોહ પૂર્ણ થયાં બાદ વિવિધ ગાણિતિક પ્રવૃત્તિઓ જેવી કે Maths model, Puzzle, Maths Quiz, Mathematician Roleplay, Geometric Rangoli, Teacher's Paper Presentation જેવી વિવિધ સ્પર્ધાઓની શરૂઆત કરવાની હતી. જ્યાં સ્પર્ધાઓ હોય ત્યાં નિર્ણાયકની જરુર તો પડે જ! એક તો આ મારો પ્રથમ સમારોહ હતો, એમાંય રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો, ઉપરથી એમાં અન્ય એક આનંદની ક્ષણ ઉમેરાઈ કે