નિતુ : ૧૦૪ (વિદ્યા અને નિકુંજ) વિદ્યાને તેના વર્તનમાં થોડી ભિન્નતા વર્તાઈ રહી હતી. તેણે કંઈ બોલવાને બદલે એના સ્વભાવમાં આવતા બદલાવ નોંધવાના શરૂ કર્યા. એ બંને એની રૂમમાં સાથે બેઠા હતા અને તે એક મેગેજીનમાંથી એને અવનવી કોમિક વાતો સંભળાવી રહ્યો હતો. એવામાં વિદ્યાના ફોનમાં રિંગ વાગી. તેણે જોયું તો મેનેજર શાહ હતા. ફોન ઊંચકાવી કહ્યું, "હા શાહ... બોલો!" "સોરી મેડમ આજે રજાના દિવસે હું તમને ડિસ્ટર્બ કરી રહ્યો છું." "ઈટ્સ ઓકે. મને ખબર છે કે જ્યાં સુધી કોઈ અર્જન્ટ અથવા ઈમ્પોર્ટન્ટ વાત ના હોય ત્યાં સુધી તમે કોલ નથી કરતાં. બોલો, શું વાત છે?" એની વાત ચાલતી હતી એટલે