પ્રેમનું પીંજણ અને સ્ત્રીનું સ્વપ્નપ્રેમ એટલે શું? એક નશો, જે નસોમાં દોડે છે અને આંખોને ઝાંખી કરી દે છે. એક આગ, જે બળે છે ને છાતીને ખાખ કરી નાખે છે. અને સ્ત્રી એટલે? સ્ત્રી એ પ્રેમનું મૂળ છે, એનું ફળ છે, અને આપણે? આપણે તો ફક્ત એ ફળને ચાખવાના ભૂખ્યા રાક્ષસો. ફ્રેન્ચ ચિંતક સિમોન દ બોઉવારે કહ્યું હતું, “સ્ત્રી જન્મતી નથી, બનાવવામાં આવે છે.” પણ પ્રેમમાં સ્ત્રીને બનાવવાનું કામ પુરુષના હાથમાં આવે છે, અને એ એને એક ઢીંગલી બનાવી દે છે – જે નાચે, હસે, રડે, પણ પોતાની મરજીથી નહીં. પ્રેમમાં સ્ત્રી એક આકાશ છે – અનંત,