ઓગણીસમી સદીનો સમયગાળો અત્યંત ભયાવહતા ધરાવતો ગાળો હતો જ્યારે લોકો રોગચાળો, ભુખમરાનો શિકાર બન્યા હતા અને આ ભયાનકતાથી બચી જાય તો કોઇને કોઇ હત્યારાનો લોકો શિકાર બનતા હતા.આ સમયગાળાનાં સૌથી કુખ્યાત સિરીયલ કિલરનાં નામ લેવા હોય તો જેક ધ રિપર અને ડો.એચ.એચ.હોલ્મ્સનાં નામો ઝટ મોઢે ચડી જાય તેવા હતા પણ આ સિવાય પણ કેટલાક એવા હત્યારાઓ એ સમયમાં થઇ ગયા હતા જેની ખુનામરકીએ ત્યારે લોકોમાં ખાસ્સો આતંક ફેલાવ્યો હતો.મેડમ મેરી ડેલ્ફિની લાલૌરી આમ તો તેના સમયની નામાંકિત સમાજસેવિકા હતી જે તેના ઘેર ભવ્ય પાર્ટીઓનું આયોજન કરવા માટે ન્યુઓર્લિયન્સમાં ફેમસ હતી.જો કે તેની અન્ય એક ખતરનાક વૃત્તિ તેણે લોકોથી છુપાવી રાખી