હેલ્ગા રોલ્ફ વિશ્વની ધનાઢ્ય મહિલાઓમાંની એક હતી અને તે હાલમાં પ્લાઝા એન્થની હોટલનાં પોતાનાં સ્યુટમાં સુગંધિત પાણીનાં ટબમાં સ્નાન કરી રહી હતી તેનાં લાંબા પગ પાણીમાં હલચલ પેદા કરતા હતા. તેણે પોતાના ઉરજ પોતાના હાથમાં પકડી રાખ્યા હતા.આમ તો મોટાભાગે તે વીઆઇપી ક્લાસમાં જ મુસાફરી કરતી હતી અને એર હોસ્ટેસ તેની આસપાસ ફરતી રહેતી હતી પણ તેને લાંબી ફલાઇટનો કંટાળો આવતો હતો ખાસ કરીને જ્યારે તેને સ્ટેનલે વિનબાર્ન અને ફ્રેડ્રિક લોમન જેવા નિરસ લોકો સાથે મુસાફરી કરવી પડતી હતી.જો કે તેને એ ખબર હતી કે રોલ્ફ ઇલેકટ્રોનિક કોર્પોરેશનને ચલાવવા માટે જરૂરી હતાં.જ્યારે તેણે પ્રારંભે કોર્પોરેશનનું અધ્યક્ષાનું પદ સંભાળ્યું ત્યારે તેણે