"સિંગલ મધર"( ભાગ -૮)કિરણ ખોટા ઈમેલ માટે હાઈસ્કૂલમાં ટીચર ને મળે છે.અને સ્પષ્ટતા કરે છે કે રૂહીના પિતા એ નથી. કિરણ અપરણિત છે.હવે આગળ..કિરણ:-' હું સરકારી ઓફિસમાં જોબ કરું છું. પણ.. પણ આજે ખાસ આ કામ માટે અડધા દિવસની રજા લીધી હતી.પણ હવે લાગે છે કે આખા દિવસની રજા મૂકવી પડશે.'ઝંખના મેડમ:-' આપનો ખૂબ ખૂબ આભાર માનુ છું. મારાથી ખોટો ઈમેલ થયો હતો. હું ટેન્શનમાં હતી એટલે.'કિરણ:-' હા..એ મને ખબર પડી. હવે હું જાઉં છું. પાછો ફરીથી ઈમેલ ના કરતા.'ઝંખના એ સ્મિત કર્યું.બોલી.. હવે એવું નહીં થાય. પણ જતાં પહેલાં મને કહો કે મારી ડોક્ટર એકતાને કેવી રીતે ઓળખો છો?કિરણે