પ્રેમ થાય કે કરાય? ભાગ - 50 (છેલ્લો ભાગ)

  • 338
  • 128

ખરાબ સપનું"માનવી એકવાર ટિફિન ઘણી લેજે ને દસ જ છે ને?" નીતાબેન આખા મહિનાનું બિલ કાઢી તેમાં એક નજર દોડાવી રહ્યાં છે."હા દસ જ છે." દસ ટિફિન થતાં જ માનવીનાં ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે. કે હવે પાક્કું થઈ ગયું છે કે અગિયારમું ટિફિન છે જ નહિ. અને અગિયારમાં ટિફિનવાળો કેવિન પણ નથી ને મારે જોવતો પણ નથી."નીતાબેન ટિફિન.."સોમાકાકા ઘંટડીનાં રણકાર સાથે એક બુમ મારે છે."હા આવી." નીતાબેન માનવીનાં હાથમાં આખા મહિનાનું બિલ આપતાં સોમાકાકાને જવાબ આપે છે."લે આ બિલ. સોમાકાકાને આપીને કહેજે કે શાકભાજીનાં ભાવ વધ્યા હોવાથી આવતા મહિનેથી પર ટિફિનમાં દસ રૂપિયાનો વધારો કર્યો છે." માનવી