પ્રેમ થાય કે કરાય? ભાગ - 49

  • 400
  • 190

વ્હાલપોતાની મમ્મીનાં ગળા પર ચાકુનાં ઘાથી ઉડેલા લોહીનાં ફુવારા જોઈને માનવી જોરથી ચીસ પાડી નાંખે છે. "મમ્મી...."નીતાબેન માનવીની ચીસ સાંભળીને રસોડામાં શાક સમારતા સમારતા દોડીને માનવીનાં રૂમમાં આવી પહોંચે છે. તે માનવીને ખભેથી પકડીને તેને જગાડે છે."મનુ... મનુ.. શું થયું બેટા કેમ ચીસ પાડી?"માનવી સફાળા બંધ ઉંઘમાંથી બેઠી થઈ જાય છે. તે પોતાની સામે મમ્મીને સહી સલામત હાલતમાં જોતા તે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ભેટી પડે છે. નીતાબેન વિચારમાં પડી જાય છે કે માનવીને આમ અચાનક શું થયું? પણ તે સમજી જાય છે કે નક્કી મનુએ કયાંક ખરાબ સપનું જોયું હશે."બેટા શું થયું. કેમ આટલી હાંફે છે? હું