વિપુલભાઈનીતાબેનની સોસાયટીમાં વર્ષોથી રહેતા 50 વર્ષનાં વિપુલભાઈ બહાર ભીડમાં ઉભા ઉભા ક્યારનાંએ આ ઝઘડાનો ચિતાર મેળવી રહ્યાં છે. તે નીતાબેનને વર્ષોથી ઓળખે છે. તેમના ઘરમાં તેઓ એકલા રહે છે. તે વિધુર છે. તેમનો દીકરો થોડાક દિવસ પહેલા જ સ્ટુડન્ટ વિઝા પર વિદેશ ગયો છે. તેઓ અવારનવાર નીતાબેનને કંઈ મદદની જરૂર હોય તો પોતાનાથી બનતી મદદ કરતા. તે નીતાબેનને સારી રીતે ઓળખતા. તે બહાર ઉભેલી ભીડને ચીરીને નીતાબેનનાં ઘરમાં પ્રવેશે છે.તે પાણીનો ગ્લાસ ભરીને નીતાબેનનાં હાથમાં આપે છે. નીતાબેન બે ઘૂંટડા પીને થોડા શાંત થાય છે."જો તમને મારી વાતથી કોઈ વાંધો ના હોય તો મારી પાસે એક રસ્તો છે." વિપુલભાઈ કેવિનનાં