ઝગડોનીતાબેનનાં ઘરમાં ઝગડો ઉગ્ર બનતો જાય છે. નીતાબેન પણ હવે પોતાની અંદર દાબીને બેઠેલા ગુસ્સાને બહાર લાવી રહ્યાં છે."ખાલી મેં પ્રેમ નથી કર્યો. તમારા દીકરા એ પણ મને પ્રેમ કર્યો છે. તમારો દીકરો ઘોડિયામાં ઊંઘતો નાનો કિકલો નથી કે તેને કંઈ ખબર નથી પડતી. તેને બધી જ ખબર પડે છે. પૂછો એને." નીતાબેનનો ગુસ્સો જોઈને કેવિનનાં મમ્મી પપ્પા પણ રાતા પીળા થઈ જાય છે."હા પપ્પા નીતાની વાત સાચી છે. હું લગ્ન કરીશ તો ફકતને ફક્ત નીતા સાથે. એ જ મારી જિંદગી છે." કેવિનની વાત સાંભળી તેની મમ્મી તેને ગાલ પર જોરથી એક તમાચો મારે છે."તું ગાંડો થઈ ગયો છે. એ