ગુસ્સોકેવિનનો અવાજ સાંભળીને નીતાબેનને હૈયે ફાળ પડે છે. કેવિનનાં પપ્પા અને મમ્મી કેવિનનું આવું વર્તન જોઈને વિચારમાં પડી જાય છે.કેવિન એક પગે લંગડાતો લંગડાતો ડ્રોઈંગરૂમમાં આવે છે."શું થયું બેટા?" કેવિનની મમ્મી પૂછે છે."મારી અને માનવીની સગાઈ નહિ થઈ શકે!"કેવિન હળવેકથી ધડાકો કરે છે.કેવિનની વાત સાંભળતા જ માનવીની આંખો પહોળી થઈ જાય છે. નીતાબેનનાં ધબકારા વધી જાય છે. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે."કેવિન માનવી સાથે સગાઈ કરી લે. નહીંતર મારી ઈજ્જત.."કેવિનનાં મમ્મી પપ્પા એકબીજા સામે જોવે છે."હું તને નહતો કહેતો. એકવાર તારા આ રાજકુમારને પૂછી લે. તેને માનવી પસંદ છે કે નહિ નહીંતર પાછળથી ગોટાળા કરશે. પણ નહિ મને