સગાઈબપોરનું તમામ કામ પતાવી નીતાબેન કેવિનનાં મમ્મી પપ્પા સાથે નિરાંતે બેઠા છે. તેમના મગજમાં કેવિન અને માનવીની સગાઈની વાત ચાલી રહી છે. તેઓ કેવિનનાં મમ્મી પપ્પા આગળ વાત કહેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે પણ ખબર નહિ અંદરથી એક ગભરામણ થઈ રહી છે. તે મૌન બનીને બેઠા છે."શું થયું નીતાબેન કંઈ ચિંતામાં દેખાવ છો." કેવિનની મમ્મી નીતાબેનનાં ચહેરા પર ખેંચાયેલી રેખાઓ જોઈને એમ જ પૂછી નાંખે છે."હા.. ના ના એવું કંઈ નથી. બસ એમ જ.." નીતાબેનને કેવિન અને માનવીની સગાઇની વાત કહેવી છે પણ તેમનું મન સંકોચાઈ રહ્યું છે.કેવિનનાં ધબકારા વધતા જાય છે."હું શું કહેતી હતી." નીતાબેન કેવિનની મમ્મી સાથે વાત