ચંચો હુકમચંદની રાડથી ગભરાયો. જલ્દી નીચે જવું પડે એમ હતું પણ એનો જીવ વહીસ્કીની બોટલમાં હતો. ચંચાએ હોલમાં નજર ફેરવી. દીવાલની એક ખીંટીએ લટકતી કાપડની નાનકડી થેલી અને થેલીના નાકા સાથે બંધાયેલી દોરી જોઈ ચંચાની આંખો ચમકી. દોડીને એણે એ થેલી ખીંટીએથી ઉતારી. હુકમચંદ કદાચ કોઈ વસ્તુ બારોબારથી મંગાવવા માટે આ થેલીનો ઉપયોગ કરતો હશે. બજારમાં પડતી બારીમાંથી આ થેલી વડે કોઈ ચીજ મેડીમાં ખેંચી લેવાતી હશે. ચંચાએ વધુ વિચાર કર્યા વગર ફ્રીજમાંથી પેલી બોટલ ઉઠાવીને એ થેલીમાં નાંખી. બારી ખોલીને દોરી વડે એ થેલી બજારમાં ઉતારી. થેલી બજારની જમીનને અડી કે તરત ચંચાએ દોરી છોડી દીધી. દાદરમાં પડેલો મૂળિયો