નિતુ - પ્રકરણ 103

  • 1.2k
  • 848

નિતુ : ૧૦૩ (વિદ્યા અને નિકુંજ) વિદ્યા પોતાના કામમાં લાગી ગયેલી. છતાં ક્યારેક જો એ એકાંતમાં બેઠી હોય કે પછી એવી કોઈ વાત નીકળે જે એના ભૂતકાળને ભળતી હોય, તો એના મનમાં એના ભૂતકાળની છબીઓ તાજી થવા લાગતી. એના ગુસ્સાનો પાર ના રહેતો. એની જીદ્દ બહાર નીકળી આવે અને એની ઈચ્છાનુસાર કામ ના થાય તો જીદ્દવશ એનો કોપ વરસે. નિકુંજે આ બધાથી એને ઉગારવા એક નવો રસ્તો કાઢ્યો. વિદ્યા કશેય બહાર જવા ન ઈચ્છતી. ટાઈમ્સ શરુ કર્યા પછી એને એના બિઝનેસ પાર્ટનરો પાર્ટીઓમાં ઈન્વાઈટ કરતા. બિઝનેસ પાર્ટી હોય તો પણ એ જવાનું પસંદ ના કરે. નિકુંજે એને બહાર લઈ જવાનું શરુ કર્યું.