તક્ષશિલાના ગ્રંથાલયની અંદર, શત્રુઓ અને ગદ્દાર વચ્ચેની ગૂપ્ત ચર્ચા હવે એક નવા તબક્કે પહોંચી હતી. શત્રુઓ માટે આ યુદ્ધ માત્ર ક્ષત્રિય પરાક્રમથી જીતવાનું ન હતું, પણ તેઓ બુદ્ધિ અને ધૂર્તતાનો પણ ઉપયોગ કરી રહ્યા હતા."તમને ખાતરી છે કે શિલાલેખ અહીં જ છે?" શત્રુ અધિકારીએ ગદ્દારને પૂછ્યું."હા, પરંતુ તેને મેળવવા માટે સાચી વ્યૂહરચના જરૂરી છે," ગદ્દારએ હસતા કહ્યું. "તક્ષશિલા માત્ર બાહ્ય શક્તિથી નહિ, પણ અંદરથી પણ તૂટી શકે છે."ત્યારે એક અચાનક પાયલની ખણક સંભળાઈ. શત્રુઓએ તરત જ તલવાર ઉગારી, પણ ત્યાં કોઈ ન હતું. તક્ષશિલાના રહસ્યમય ગલીઓમાં કોની હાજરી હતી?શત્રુઓના નેતા, મહાપ્રભુ રુદ્રસેન, પોતાનું મસ્તક ઊંચું કરીને ગ્રંથાલય તરફ જોયું. "તક્ષશિલા