લવ યુ યાર - ભાગ 83

  • 1k
  • 1
  • 476

અલ્પાબેન મલકાતાં મલકાતાં બોલી રહ્યા હતા, "ભાઈ બેસ બેસ તને તો સાંવરી જોડે લગ્ન કરવાની બહુ ઉતાવળ હતી, તું તો મા બાપને પૂછવા પણ નહોતો રહ્યો અને સાંવરીના ઘરે પહોંચી ગયો હતો.." "અરે મા શું તું પણ, મારી બધી પોલ બહાર ન પાડીશ ને.." મીત થોડો અકળાઈ રહ્યો હતો.અને તેના સિવાયના બધા જ ખડખડાટ હસી રહ્યા હતા.લવ તો જાણે પોતાના દાદીમાના ખોળામાં સ્વર્ગનું સુખ અને દુનિયાભરની શાંતિ મેળવી રહ્યો હતો...એટલામાં કમલેશભાઈ મોર્નિંગ વોક કરીને આવ્યા એટલે અલ્પાબેનને અને પોતાના પૌત્ર લવને મીત અને સાંવરી સાથે વાતો કરતાં જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને તે પણ પોતાના દિકરા સાથે અને પૂત્રવધુ સાથે