હું, વૈદેહી ભટ્ટ - ભાગ 2

  • 388
  • 140

વૈદેહી બધાનું અભિવાદન કરી રહી હતી ત્યારે અચાનક હવામાંથી એક ગોળી છૂટી અને તે વૈદેહીના છાતીમાં સમાઈ ગઈ. કોઈ કંઈ સમજે તે પહેલા જ વૈદેહી ફરસ પર પછડાઈ ગઈ. અચાનક આ બનાવ બનતા હૉલમાં ઉહોપોહ મચી ગયો. ક્રાઉડને સંભાળતા સંભાળતા નાકે દમ આવી ગયો. છેવટે હૉલના સિકયોરટી ઓફિસરે માઈકમાં અનાઉન્સ કર્યું કે કોઈ હૉલની બહાર નહી જાય. હોલના બધા ગૅટ બંધ કરવામાં આવ્યા અને બધાને સીટ પર બેસવાની અપીલ કરવામાં આવી. આજ્ઞા તો કરાય નહીં કેમકે વૈદેહીના બુક લૉન્ચમાં કોઈ નાનીસુની વ્યક્તિ તો આવી નહી હોય, બધા દિગ્દજ લોકો હતા. તેથી તેમના આજ્ઞા કરવી એ તેમના અહમને ઠેંસ પહોંચી શકે