અભિષેક - ભાગ 12

(19)
  • 1.8k
  • 2
  • 1k

અભિષેક પ્રકરણ 12 બંગલો વેચાઈ ગયો એ સમાચાર પોતાના સિક્યુરિટી ગાર્ડ પાસેથી જાણ્યા પછી સમીર દલાલ ખૂબ જ બેચેન થઈ ગયો. એની ઈચ્છા ધૂળમાં મળી ગઈ. છેલ્લા એક વર્ષથી સિક્યુરિટી ગાર્ડને એ પગાર ચૂકવતો હતો. એ બધા પૈસા પણ પાણીમાં ગયા. ડૉ. અભિષેક મુન્શીને શોધવા માટે એણે ઘણું વિચારી જોયું પરંતુ એનું મગજ કામ કરતું ન હતું. એને તો એ પણ ખબર ન હતી કે અભિષેક માત્ર ૨૬ વર્ષનો એક યુવાન છે ! આવડા મોટા મુંબઈમાં એને ક્યાં શોધવો ? છેવટે એણે આ કામ કોઈ ડિટેક્ટીવ એજન્સીને સોંપવાનું નક્કી કર્યું.  પરંતુ એ પહેલાં કાબરા કન્સ્ટ્રક્શન કંપનીમાં કોશિષ કરવાનું એણે નક્કી  કર્યું. કદાચ ત્યાંથી