અભિષેક - ભાગ 11

(20)
  • 1.5k
  • 2
  • 954

અભિષેક પ્રકરણ 11 ઋષિકેશથી આવ્યા પછી અભિષેકના જીવનમાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ હતી. એના જીવનમાં અંજલી જેવી પ્રેમાળ કન્યાનો પ્રવેશ થયો હતો. વીણા માસી આવી જવાથી રોજ ઘરની રસોઈ જમવા મળતી હતી. યોગીજીની મુલાકાત પછી વનિતા દલાલના વીલથી એ સોળ કરોડનો માલિક બની ગયો હતો ! સૌથી રોમાંચક અનુભવ તો એને ખારના બંગલામાં થયો હતો જ્યાં મૃત્યુ પામેલી વનિતાએ એની સાથે વાતચીત કરી હતી ! વનિતા દ્વારા એને એ પણ જાણવા મળ્યું હતું કે સમીર દલાલ નામનો એનો ભત્રીજો આ બંગલા ઉપર હક્ક જમાવવા કોશિશ કરી રહ્યો હતો ! જો કે વનિતા આન્ટી એ એને હિંમત આપી હતી એટલે સમીર સાથે પડશે