જંગલ અને પહાડોથી ઘેરાયેલા ગામડાઓમાં સમાન પ્રકારની વાર્તા શૈલી જોવા મળે છે. એ વાર્તાઓમાં ભૂત-પ્રેતની વાત દ્વારા એક ડર ફેલાવવાની વૃત્તિ પ્રતિબિંબિત થાય છે. કદાચ એ એટલા માટે કે જેથી કરીને રખડું પ્રકૃતિના યુવાનો, કિશોરો કે બાળકોની રાત્રિના સમયે જંગલ અને પહાડોમાં રખડવાની પ્રવૃત્તિને અંકુશિત કરી શકાય.ચાલો આજે આપણે આવા બે અલગ અલગ દેશોની પહાડી જંગલોના ગ્રામ્ય વિસ્તારમાં સાંભળવા મળતી બે લોકવાયકાઓ માણીએ.૭.૧ નેપાળની બનઝાતની આત્મા.ગગનચુંબી પહાડોથી ઘેરાયેલા, પોતાની ચોતરફ ઘાંટા લીલોતરીસભર વનરૂપી વસ્ત્ર પરિધાન કરેલા અને ધુમ્મસની ચાદર ઓઢી ઉભેલા, નેપાળના એક ગામમાં કમલ ગ્યાનું નામનો એક યુવાન રહેતો હતો. એ રોજ જંગલમાં લકડા કાપવા જતો. ગામના લોકો કહેતા કે