વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૬ સૌંદર્યાભિમાની

  • 566
  • 218

૬. સૌંદર્યાભિમાનીમાટીથી લિંપેલા ઘરમાં રહેતી સામાન્ય ખેડૂતની દીકરી એ મારિયા! આરીસામાં ખુદને નિહાળતી ત્યારે એની આંખોમાં અભિમાન ઝળકી ઉઠતું અને એનું મન એમને કહેતું–ઓહો આટલું સુંદર રૂપ, એનો અધિકારી તો કોઈક રાજકુમાર જ હોય!એનું મન એમને સાચું જ કહેતું હતું, ગૌરવર્ણનો ગોળ એમનો ચહેરો, એમના ગુલાબની પાંખડીઓ જેવા ગુલાબી હોઠ, ભરાયેલા ગાલ પર એ જ્યારે હસતી ત્યારે ખંજન ખીલી ઉઠતા અને એના દાડમના દાણા જેવા સફેદ દાંત ચમકી ઉઠતા. હરણી જેવી એની આંખો અને તેના પર ધનુષ્યની કમાન જેવો વળાંક લેતી ભ્રમરો, એના છૂટા, પીઠ સુધી લંબાયેલા વાળ અને માટીના કુંજ જેવી એની કમર!એનું રૂપ અપ્સરાને પણ ઝાંખી પાડે તેવું હતું. એના