પ્રકરણ- ૯ થોમસ ટ્યુનું પરાક્રમ અને વીરગતિજોહાના ટાપુથી છ જહાજો પેરિમ તરફ રવાના થયા. સમુદ્રની ઉછળતી લહેરો એ જહાજોના વેગને વધારવામાં સહાયક બની, અને એક દિવસ બપોરના સમયે બધા જ જહાજો પેરિમ ટાપુ પર પહોંચી ગયા. દરેક જહાજના કેપ્ટને પોતપોતાના દૂરબીન લગાવી, સમુદ્ર સપાટીની ક્ષિતિજો તપાસી જોઈ, પણ કોઈની નજરે મુઘલ જહાજોનો કાફલો દેખાયો નહીં.હેન્રીએ તેના કેટલાક નાવિકોને કોઈક બહાને બંદર ખાતાની ઓફિસે ગંજ-એ-સવાઈ બાબતે પૂછપરછ કરવા મોકલ્યા. થોડીવારે તેઓએ આવીને જણાવ્યું કે મુઘલ સામ્રાજ્યના વીસ જહાજો સવારે જ બંદર છોડી, ભારત તરફ રવાના થઈ ગયા છે!“ઓહ! હવે શું કરવું?”નિરાશા સાથે વેકે પૂછ્યું.“પીછો કરીશું. આપણા જહાજોની ઝડપ પર મને વિશ્વાસ