તલાશ 3 - ભાગ 36

(14)
  • 1.2k
  • 654

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. શેરીના ઝપી ગયેલા કુતરાઓ સુમોના ઘરઘરાટી ભર્યા અવાજથી ચોંકીને ભસવા લાગ્યા હતા. ધર્મશાળાના ઝાંપે માંડ ઝોલે ચડેલા વોચમેન ખુરશી પર બેસીને વાંસો ટેકવ્યો હતો. આખા શ્રી નાથદ્વારાની ગલીઓ સુનસાન હતી. નગરવાસીઓ રાબેતા મુજબ પોતપોતાના ઘરમાં આરામ ફરમાવતા હતા. આમેય સાંજે આઠ વાગ્યા પછી શ્રી નાથદ્વારામાં કોઈ યાત્રાળુઓના આગમન સિવાય કઈ હલચલ ભાગ્યે જ થતી હોય છે. હા ધર્મશાળામાં પોતાના રૂમમાં કે બહુ બહુ તો આંગણા માં યાત્રાળુઓ પોતાના ફેમિલી મિત્રો સાથે ગરમીમાં ઠંડા પવનની લહેરખીનો આનંદ માણવા બેઠક જમાવી