સત્ય ઘટનાઓ પરથી પ્રેરીતચાની નાનકડી કિટલી પર ઉભેલ વિશાખાએ ચા તો મંગાવી હતી પણ, તેનો એકપણ ઘુંટ તે પોતાના ગળાની નીચે ઉતારી શકતી ન હતી. નાનપણથી જ મુશ્કેલીયો સાથે બાથ ભીડીને મજબુત થઈ ગયેલ વિશાખાની આંખો પર ઝરમરીયા ડાળે બાંધેલ હિંચકાની જેમ ઝુલી રહ્યા હતા. સાંજના લગભગ સવા ચાર વાગ્યાનો સમય હતો. શું કરીને તે આ આવી પડેલ આફત માંથી બહાર નીકળે એ તેને સમજાતું ન હતું. કાકાબાપામાં તો કોઈ હતું નહી કે જે મદદે આવે અને હોય તો પણ, આવા સમયમાં પોતાનું કહેવાય એવું કોણ હોય છે? મિત્રો પણ ફોન પર ખબર