શ્રી કૃષ્ણ શરણમ્ મમ:, શ્રી કૃષ્ણ શરણમ્ મમ:....ઘરના મંદિરમાં પુજા કરતા દેવકીબા પુજા કરીને ઘરમાં જ્યોતની દિવ્યતા ફેલાવી રહ્યા હતા કે મીલન દાદર ઉતરીને નીચે આવતો હતો. શહેરનો સૌથી રઇસ પરીવાર એવો આ સોની પરીવાર. બે દિકરા પિતાની પહેલા મોજ શોખની દુનીયાના કારણે દેવલોક પામી ગયા હતા. ઘરનો એક માત્ર ચીરાગ એટલે પૌત્ર મીલન. દાદી અને માતાએ ભક્તીના પાઠનું ભરપુર સીંચન કરેલ તો દાદાએ રાજનીતિના પાઠ શીખવ્યા હતા."ક્યા જાય છે બેટા આમ આજે આટલો વહેલો??" તુલસીના પાન ચબાવતા દાદી બોલ્યા."ક્યાય નહી દાદી, થોડુંક કામ છે તો જલ્દી આવી જઈશ??" કોઇનો ફોન આવતા મીલન બહાર જઈ રહ્યો હતો. રેડ કલરની કાર