બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-3

  • 1.3k
  • 828

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-૩           “મારે એક દિવસ માટે જામનગર જવાનું છે...! NCCના કેડેટ્સને ટ્રેઈનીંગ કેમ્પમાં રાઈફલ શૂટિંગના બેઝીક ટ્રેઈનીંગ આપવા માટે..!”  અથર્વએ કામ્યાને કહ્યું.         તેના સ્વરમાં વેદીકાની દેખભાળ માટે ચિંતાના ભાવો કામ્યા પારખી ગઈ. છેલ્લાં લગભગ ત્રણ મહિનાથી અથર્વની દીકરી વેદિકાનું ધ્યાન કામ્યા જ રાખી રહી હતી. વેદિકાને સ્કુલેથી લેવા જવાનું, તેણીનું જમવાનું, ટ્યુશન વગેરે બધું જ કામ્યા સંભાળતી. વધુમાં વેદિકા સાથે રમવાનું હોય કે પછી વેદિકા સોસાયટીની ગલીના બાળકો સાથે રમતી હોય ત્યારે પણ તે તેનું ધ્યાન રાખતી. વેદિકાને અને કામ્યાને એકબીજા સાથે ફાવી ગયું હોઈ અથર્વને સારી એવી રાહત થઇ હતી. વેદિકાની દેખભાળ વગેરે