બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-2

  • 1.4k
  • 934

બેટરહાલ્ફ-ભાગ-૨ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-૨   “કાકા....ભીંડા અઢીસો કરી દો...!” કામ્યાએ શાકભાજીવાળાને કહ્યું. તેમની સોસાયટીની નજીક આવેલી સ્કૂલ પાસે ભરાતા શાક માર્કેટમાં તે રોજે શાકભાજી લેવા આવતી.         તે શાકભાજીની લારીમાંથી શાકભાજી ચૂંટી રહી હતી ત્યાં જ પાછળ સ્કૂલ છૂટવાનો બેલ વાગ્યો. થોડીવારમાં તો કલબલાટ કરતાં બાળકોનો શોર સંભળાવા લાગ્યો. વાલીઓ, સ્કૂલ રીક્ષાઓવાળા વગેરેની ભીડ જામી ગઈ. બાળકોને સ્કૂલે લેવા આવનાર મમ્મીઓની ભીડ શાકભાજીની લારીઓએ પણ રોજની જેમ લાગી ગઈ હતી.         સહેજ ટ્રાન્સપરન્ટ સિન્થેટીક સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં અત્યંત સુંદર લાગી રહેલી ગોરીચિટ્ટી કામ્યા ઉપર ઘણા પુરુષોની નજર ચોંટી રહેતી. ઘેરથી ગમે ત્યાં આવવા-જવા પસાર થતી લગભગ દરેક સ્ત્રીની