અમદાવાદની ગુજરાત યુનીવર્સિટીમાં જેમનું બહું મોટું નામ છે તેવા પ્રો.અધ્યુમન ઝરીવાલા, પોતાના દિકરા માનવને ગુજરાતનો મોટો ડૉક્ટર બનાવવા માંગે છે. હૈદારબાદથી આવેલ લેટર વાંચતા જ ખુબ ખુશ દેખાતા પ્રોફેશર બુમ મારી દિકરાને બહાર બોલાવે છે."માનવ એ માનવ... સંભળાય છે કે પછી પેલા કાગળ ચીતરે છે""ખબર નહી ક્યાથી આવા વિચિત્ર શોખ પાળ્યા છે..? માનવ દરવાજો ખોલ...""આવ્યો પપ્પા..."માનવ...જેવું નામ તેવા જ ગુણ, ઉદાર વ્યક્તીત્વ ધરાવતો માનવ ક્યારેય કોઈને દુ:ખી ન જોઈ શકતો. શેરીના બાળકોથી લઈને શેરીના દરેક કુતરા માનવને ઓળખે, સોસાયટીના ઘરડાથી લઈ ફેરીયા વાળા પણ આ માનવને ઓળખે, સ્કુલના મીત્રોથી લઈ કૉલેજના મીત્રોનુ લીસ્ટ બનાવો તો રાફડો ફાટે એવો નીખાલસ ભર્યુ