શું તમે જાણો છો સનાતન ધર્મમાં શંખનું આટલું મહત્વ શા માટે છે ? "સહજ સાહિત્ય" ટીમ ધાર્મિક વિષયો પર અવાર નવાર માહિતી પ્રસ્તુત કરે છે, આજે પણ આપણે એક ધાર્મિક વિષયની વાત કરવાની છે . 'શંખ' આપણે જાણીએ છીએ કે મંદિરમાં આરતી સમયે શંખનાદ થાય છે. તો આજે આપણે શંખ વિશે માહિતી મેળવીશું. શંખની ઉત્પત્તિ કેવી રીતે થઈ?હિંદુ ધર્મમાં શંખનું વિશેષ મહત્વ છે, પૂજા કરવાથી લઈને આરતી દરમિયાન તેને ફૂંકવા સુધી, શંખનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. શંખ ફૂંકવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને તેના ઘણા ફાયદા પણ છે.સનાતન ધર્મમાં પૂજાના ઘણા અલગ-અલગ નિયમો અને મહત્વ છે. પૂજામાં અન્ય સાધનો