સરપ્રાઈઝ

  • 220
  • 84

"હું કુશ પટેલ, અને...."  બે શબ્દો બોલતા જ કુશની આંખોમાંથી આંસુ શ્રવણ ભાદરવાની જેમ વહેવા લાગ્યા, બેહોશ થઇ ગયેલ કુશ ભાનમાં આયો અને પલંગ જોઇને રડવા લાગ્યો, પોલીસ દ્વાર બોલાવેલ ઇન્વેસ્ટીગૅશન ટીમ  તેને ખુરશી પર બેસાડી આખા રૂમની તલાશી લેવા લાગ્યા, કોઇ જગ્યાએ કાચ તુટેલ પડ્યો છે, તો કોઇ જગ્યાએ કપડા, પલંગની બાજુમા પડેલ પેકૅટ અને તેના અંદરથી વપરાયે અને નીચે ફેકેલ કન્ડોમ એક પોલીથીનમાં ભરવામાં આવ્યા, લોહીથી ભીનું થઇ ગયેલ ગાદલુ અને ત્યાથી ટપક ટપક નીચે પડતા લોહીની એક ધારા કાચબા ચાલે આગળ જતી હતી, માંખીયોના બણબણનો આવાજ પણ શેતાનનું કામ કરતો હતો. બધા જ સેમ્પલ એકઢા કરવામાં આવ્યા...