અભાગણ કાંતા સુંદરતાની પુતળી, પાણી પીવે તો અંગ ઝળકે, કાળી નાગણ જેવા તેના વાળ અને લાંબા આ વાળ છેક કેળ વટાવી ગયેલ, ચાલે તો લાગે કમળ પુષ્પ ખરતા હોય, કાળા માછલી આકારના તેના નયન અને ગુલાબની પાંખડી જેવા તેના હોઠ, પાતળો અને ઉંચો છતાય સુડોળ બાંધો હતો તેનો. માતાના સંસ્કાર દીકરીની નસ નસમાં લોહીની માફક ફરતા હતા તો પીતા વ્યવસાએ વૈદ એટલે દીકરીને પણ વૈદપણું શીખવાડેલ. દાદીએ બહુ ચીવટથી દયણનું કામ શીખવેલ. સ્વભાવે લાગણીયોથી ભરેલી કાંતા કોઇનું દુ:ખ પણ ન જોઇ શકે. શેરીની ગાયો, કુતરા અને બીલાડા તેને સારી રીતે ઓળખે તેવું પ્રેમાળ વ્યક્તિત્વ તેનું. સોળે