લોભી ના દાવ પેચ लोभमूलानि पापानि संकटानि तथैव च। लोभात्प्रवर्तते वैरं अतिलोभात्विनश्यति॥ -गरुड़ पुराण લોભ પાપ અને બધી સંકટોનું મૂળ કારણ છે, લોભ શત્રુતામાં વૃદ્ધિ કરે છે, વધુ લોભ કરનાર વિનાશને પામે છે. એક ગામમાં એક દિવસ વિજયાદશમી ના દિવસે દર વર્ષ ની જેમ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂર-દૂરથી મોટા-મોટા પહેલવાનો આવ્યા. તે પહેલવાનોમાં એક એવો પહેલવાન પણ હતો જેને હરાવવું કોઈના બાવડાની તાકાત ન હતી. જાણીતા પહેલવાનો પણ તેની સામે વધુ સમય ટકી શકતા નહોતા. સ્પર્ધા શરૂ થાય તે પહેલાં સરપંચ આવ્યા અને બોલ્યા, "ભાઈઓ, આ વર્ષના વિજેતાને અમે 3 લાખ