પ્રકરણ એક નાસ્તાની ટ્રે પર પુરો હાથ સાફ કર્યા બાદ જેક આરસરે તેને એકબાજુ ખસેડી દીધી.ત્યારબાદ તેણે કોફી પોટમાં નજર નાંખી જોકે તે પણ ખાલી થઇ ગયો હતો.આરસરે લાંબો નિસાસો નાંખ્યો અને સિગારેટ સળગાવીને રૂમની દિવાલોનુંનિરીક્ષણ કરવા લાગ્યો.તેને યાદ આવ્યું કે તે સેન્ટ સેવિન જેવી તદ્દન વાહિયાત હોટેલમાં પણ રહી ચુક્યો છે જેની તુલનાએ આ હોટલ તો સારી હતી અને સૌથી મોટી વાત એ હતીકે આ હોટલથી વધારે સસ્તી હોટેલ આખા પેરિસમાં જડે તેમ ન હતી.આરસરે ઘડિયાલ પર નજર નાંખી , જો પેટરસનને મળવાનો સમય થઇ ગયો હતો.આ એપોઇમેન્ટનો ખ્યાલ આવતા જ તેને એ નિરસ રેલયાત્રા યાદ આવી ગઇ જે