ઉડાન

  • 194
  • 76

રાહી, દોડે પણ તેના પગ જમીન પર ન ટકે. એમ લાગે કે તે હવામાં ઉડી રહી છે. ચંચલતા તેના અંગ અંગમાંથી વહી રહી હતી. તેના જન્મ વખતે, પિતાજીને કાયમ મુસાફરી પર જવું પડે તેવા દિવસો હતા. રાહી જન્મી ત્યારે પહેલી વાર પિતાજીએ તેને ગોદમાં લીધી, દીકરીની ઉંમર હતી ૨૪ કલાક. ગળે લગાડતાં બોલ્યા, ‘બેટા તારા પિતાની કિસ્મત જો રોજ નવા સ્થળે જવાનું, રાહ પૂછીને નિયત સ્થળે પહોંચવાનું. ‘ ૨૪ કલાક પહેલાં ‘મા’ બનેલી માનસી, આ સાંભળી રહી હતી. અચાનક બોલી ‘દીકરીનું નામ રાહી પાડીએ તમને રાહ બતાવી જ્યાં જવું હશે ત્યાં પહોંચાડશે. મનોજને નામ ગમી ગયું માનસી પણ હરખાય ઊઠી.