નિતુ - પ્રકરણ 101

  • 372
  • 178

નિતુ : ૧૦૧(વિદ્યા અને નિકુંજ) વિદ્યાને શોધવા એના નામના સાદ કર્યા, પણ નિકુંજને કોઈ જવાબ ના મળ્યો. તેની ચિંતામાં વધારો થયો અને તે તેની રૂમમાં ઘસી ગયો. ત્યાં જઈને જુએ છે તો કોઈ જ ન હતું. તે "વિદ્યા... વિદ્યા...!" સાદ કરતો એને શોધવા લાગ્યો. આખી રૂમ તપાસી, કદાચ બાથરૂમમાં હશે એમ માની રૂમમાં રહેલું બાથરૂમ જોયું, તો તેનો દરવાજો ખુલ્લો હતો. તે બહાર આવ્યો અને વ્યાકુળ થઈને એના નામની બૂમાબૂમ કરવા લાગ્યો. માથામાં પસીનો બાઝેલો અને ચેહરા પર ચિંતા. એની એવી હાલત જોઈ જસવંતે પૂછ્યું, "શું થયું?" "વિદ્યા ઘરમાં નથી." એણે ચિંતાગ્રસ્ત રીતે જવાબ આપ્યો અને ફરી એને શોધવા લાગ્યો. તેણે પણ નિકુંજની