ભૂલ છે કે નહીં ? - ભાગ 31

  • 154
  • 58

પપ્પાને રડતા જોઈને મને કંઈક ભાન આવ્યું. મેં એમને પૂછ્યું તમે કેમ રડો છો ? શું થયું ? પપ્પાએ મને કહ્યું તું લગ્ન માટે કેમ ના પાડે છે ? તું જાણે છે કે તારો ભાઈ કંઈ કરતો નથી તો આગળ જતાં એ ક્યાંથી અમને સાચવશે? તું લગ્ન કરીશ તો આગળ જતાં તું અમને સાચવી શકીશ. આ છોકરો સારો છે. કંપનમાં નોકરી છે. જમીન છે અને ઓળખાણમાં જ છે એટલે ભવિષ્યમાં વાંધો ન આવે. વળી, તમારી બેનના સસરા એટલે કે મારા પપ્પાના મિત્રએ એમને કહ્યું હતું કે તેઓ મને સરકારી નોકરી અપાવવામાં મદદ કરશે. એટલે પપ્પાએ કહ્યું તું લગ્ન કરી લે