સાસુ વહુ વચ્ચે માથાકૂટનું કારણ શું?

  • 262
  • 76

સાસુ, વહુ અને વર એક ત્રિકોણ છે. દરેક કુટુંબમાં, તેમાંય ખાસ કરીને ભારતના પરિવારોમાં ઘેર-ઘેર આ ત્રિકોણ જોવા મળે છે. સાસુ અને વહુ વચ્ચે કોઈને કોઈ બાબતમાં ખીટપીટ ચાલ્યા જ કરતી હોય છે. કેટલાક અંશે પરિવારમાં અપવાદ હોય અને સાસુ-વહુમાં ઘર્ષણ ન થતાં હોય. પણ મોટેભાગે સાસુ-વહુ વચ્ચે ઉઘાડી નહીં તો કોલ્ડ વોર તો ચાલતી જ હોય છે. માથાકૂટ સાસુ-વહુની વચ્ચે થતી હોય, તેમાં બિચારો પતિ સેન્ડવીચ થઈ જાય છે. પુરુષ ક્યારેય સ્ત્રીની સાયકોલોજીને સમજી નથી શકતો એટલે કઈ રીતે પત્ની અને માને હેન્ડલ કરવું તે તેને સમજાતું નથી, એમાં ગોથું ખાઈ જાય છે. પરિણામે આ ત્રિકોણ સર્જાય છે.સાસુ વહુ